Jalaram Seva Trust

SRI JALARAM MANDIR. Bangalore

શ્રી બેંગલોર લોહાણા સમાજ- શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, બેંગલોર

લોહાણા મહાપરિષદ તરફથી “ શ્રેષ્ઠ લોહાણા મહાજન ‘ એવોર્ડ

વિનમ્રતાપૂર્વક જણાવતા હર્ષ થાય છે કે શ્રી બેંગલોર લોહાણા સમાજ- શ્રી જલારામ સેવાટ્રસ્ટને વિશ્વ લોહાણા માતૃસંસ્થા – લોહાણા મહાપરિષદ દ્વારા આપણા સમાજને “  શ્રેષ્ઠ લોહાણા મહાજન ” (AWARD-2013) આણંદ-ગુજરાત મીટીંગમાં તા.૨૫-૦૫-૨૦૧૪ના રોજ અર્પિત થયો છે. આપણા સમાજ – જલારામ સેવા ટ્રસ્ટની પારદર્શક તથા વ્યવસ્થિત સેવા-પ્રવૃતિનું અવલોકન કરી લોહાણા મહાપરિષદ તરફથી આ નિર્ણય લેવાયો છે.

આપણા સમાજના ૫૫૦ કુટુંબો બાપાની સેવામાં પરોક્ષ કે અપરોક્ષ રીતે સેવા આપે છે, જલારામ પરિવારના તેમાંથી લગભગ ૨૦૦ કુટુંબોના સભ્યો ભવનની રોજબરોજની પ્રવૃતિમાં સતત નિઃશુલ્ક સેવા આપે છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલી સંલગ્ન સંસ્થાઓ – શ્રી રઘુવંશી યુવાસંઘ – લોહાણા મહિલા મંડળ – જલારામ સેવા મંડળ – બાલ મંડળ ની સેવા અવર્ણિય છે. આ દરેક સંસ્થાના કાર્યકરો તથા સમાજના પરિવારજનો ખુરશી – સતા – નામની અપેક્ષા કદાપી રાખતા નથી. એજ જલારામ પરિવારની ભાવના “વસુધૈવ કુટુંબકમ”

વિશ્વના આશરે પ૦૦ લોહાણા સમાજમાં આપણને ઉપરોક્ત “ ગૌરવ’ પ્રાપ્ત થયું છે, જેનો મેમેન્ટો “યાદગીરી ચિન્હ ” તા. ૨૭-૨૮ જુલાઈ ૨૦૧૪ના રોજ દક્ષિણ ભારત લોહાણા સમાજ, ચેન્નઈ મીટીંગમાં ટ્રસ્ટીગણ તથા મહિલા મંડળની હાજરીમાં સ્વીકારવામાં આવેલ, જે અવલોકન માટે ભવનની ઓફીસમાં યોગ્ય સ્થળે સ્થાપિત કરેલ છે.

માતૃસંસ્થાને પ્રણામ સાથે, ઉપરોક્ત માહિતિ ઈતિહાસના પરિણામ સ્વરૂપ આ ફળ મળ્યું છે, તેને માણીએ અને વધુ સેવા માટે પ્રેરીત થઇએ – ગર્વ રહિત – વિનયપૂર્વક – જયજલારામ

શ્રી બેંગલોર લોહાણા સમાજ- જલારામ સેવા ટ્રસ્ટ

વિશ્વના “ શ્રેષ્ઠ લોહાણા મહાજન ” એવોર્ડ સ્વીકારતા ટ્રસ્ટીગણ તથા મહિલા મંડળ