Shree Jalaram Seva Trust

“જય જલારામ”

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ બેગ્લોર

 

“જય જલારામ”   શ્રી જલારામ સેવા ટ્રસ્ટ  બેગ્લોર . ૧૯૯૯ થી શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ( ટ્રસ્ટી મંડળ)

      આપણા બેંગ્લોર લોહાણા સમાજના પ્રમુખ શ્રી અમુભાઈ રૂખાણાની મધ્યસ્થી દ્વારા રાજાજી નગરમાં ૧૯૯૪ માં જલારામ ભવન તથા મંદિર માટે ટ્રસ્ટી મંડળના દસ સભ્યોના યોગદાનથી  જમીન લીધી અને ટ્રસ્ટની સ્થાપના કરી.ટ્રસ્ટી મંડળના પ્રથમ દસ સભ્યો            ૧) સ્થાપક શ્રી ગોરધનભાઈ સોઢા    ૨)  મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કાકુભાઈ લાખાણી    ૩ )જો. મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અમુભાઈ રૂખાણા   ૪) સેક્રેટરી શ્રી વસંતભાઈ પુજારા  ૫)   જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ રાજા ૬) ખજાનચી શ્રી અશોકભાઈ ખીરૈયા તથા ટ્રસ્ટીઓ શ્રી  કેશુભાઈ સોનછાત્રા , શ્રી રમેશભાઈ સોનછાત્રા,  શ્રી પંકજભાઈ કોઠારી,  તથા   શ્રી દિલીપભાઈ કક્કડ . કાયદાકીય નીતીનિયમોના નિષ્ણાંત આપણા ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પુજારા તથા પ્રબળ નેત્રુત્વ ધરાવતા શ્રી અમુભાઈ રૂખાણા તેમજ સદ્દવિચારોના  અગ્રગણ્ય અને નિઃસ્વાર્થ પવિત્ર ભાવના ધરાવતા આપણા આદરણીય શ્રી ગોરધનભાઈ સોઢા સાથે સમાજના દરેક સભ્યોને વિશ્વાસમાં લઈ ભવન તથા મંદિર બનાવવાના શુભ પગરણ માંડ્યા. સમાજને પૂર્ણ વિશ્વાસ થયો અને શરૂ થયો સમાજમાંથી સ્વેચ્છાએ યોગદાનનો પ્રવાહ નાના, મોટા દરેકે ઉદારતાથી શક્તિ પ્રમાણે દાન અર્પણ કર્યુ, જેમાં મુખ્ય બીનશરતી દાતાઓ સર્વ શ્રી અમૃતલાલભાઈ લાલ, શ્રી રતનશીભાઈ ચાંદે પરિવાર, શ્રી સૂર્યકાંતભાઈ છગનલાલ સૂચક, શ્રી ચીમનભાઈ કાનાબાર, તથા શ્રી બાલાભાઈ ગણાત્રા.

પહેલું યોગદાન શ્રી શીલુભાઈ ભીમજીયાણી (લંડન) તરફથી  મળેલ.બીલ્ડીંગ પ્લાનની પરવાનગી મળતા ૧૯૯૭ ઓગષ્ટમાં વાસ્તુપુજામાં મુખ્ય યજમાન સાથે સમાજના દરેક સભ્યોને લાભ મળેલ. ભવન મંદિરના બાંધકામ દરમ્યાન Embasy Group ના શ્રી સંજીવ વાહી એન્જીનીયર શ્રી  K.P. Narasimha Murthy એ  સેવા અર્પણ કરેલ.મંદિર બનાવવાની જવાબદારી સુપ્રસિધ્ધ M/s. Mahlsa ના માલિક શ્રી સુકેશુએ પૂરા ખંતથી લીધી. આ સમયે પણ બાંધકામ દરમ્યાન ટ્રસ્ટીશ્રી પંકજભાઈ કોઠારી તરફથી કામ કરતા સર્વે મજુરોને દરરોજ જમાડવામાં આવતા. બીજું બાપાના ચરણમાં યોગદાન આપવા માટે શ્રી પ્રફુલભાઈ રાજા તરફથી સમાજમાં બધાને હુંડી આપવામાં આવે છે. અને ઉત્સવ સમયે બધા હુંડી પરત કરી બીજી હુંડી લઈ જાય છે. આ પ્રથા હજુ ચાલુ રાખવામાં આવેલ છે. પ્રફુલભાઈ રાજા તરફથી પાદુકા, અગરબત્તી સ્ટેન્ડ તથાતથા બાપાની માટીની મૂર્તી ભક્તોને ભેટ આપવામાં આવેલ. બાંધકામની ૨૦ મહિનાની યાત્રામાં ટ્રસ્ટીઓ સાથે સમાજના સભ્યો, મહિલામંડળ તથા યુવાસંઘ યોગદાન આપવા જોડાયા તેની નામાવલી વેબસાઈટમાં પ્રદર્શીત કરેલ છે. ૧૯૯૯ જાન્યુઆરીના તા. ૨૨, ૨૩ તથા ૨૪ના ત્રણ દિવસ સુધી વસંત પંચમીના શુભ દિવસે સંતો, મહાનુભાવો તથા દેશ વિદેશના મહેમાન તથા બેંગ્લોરના દરેક સમાજની હાજરીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ ધામધુમથી ઉજવાયો.આ સમયે પ્રાણપ્રતિષ્ઠા વ્યવસ્થાની સંપૂણ જવાબદારી શ્રી રમેશભાઈ સેજપાલે સંભાળેલ અને વિધિ શાસ્ત્રીજી શ્રી કશ્યપ મહારાજે કરાવેલ આ સર્વે વિગત વેબસાઈટમાં રમેશભાઈના જ શબ્દોમાં પ્રસિદ્ધ કરેલ છે. આજ સુધીના કાર્યની સફળતામાં ટ્રસ્ટીઓ સાથે સમાજ અને મહિલામંડળ ,યુવાસંઘ,બાલમંડળ, સત્સંગ મંડળ તથા જલારામ સેવા મંડળની નિસ્વાર્થ ભાવે તન મન અને ધનથી કરેલ સેવાનો શ્રેય જાય છે. પ્રાણપ્રતિષ્ઠાના પહેલા ગુરુવારથી જ શરૂ થઈ બાપાના આદેશ મુજબ રામરોટી. ( અન્નદાન નારાયણ સેવા) અને ગુરૂવારે ભજન કીર્તન આરતી તથા ખીચડી રોટલા બુંદી ગાંઠીયા વી.નો પ્રસાદ શરૂ થયો અને દર ગુરૂવારે શ્રી જલારામ બાપાની મૂર્તી માટેનો ફુલહાર શ્રી નવીનભાઈ રાજાણી પરિવાર તથા બીજા સ્થાપીત દેવતાના ફુલહાર શ્રી અમુભાઈ રૂખાણા પરિવાર તરફથી દર ગુરૂવારે અર્પણ કરવામાં આવે છે. સૂકા મેવાના પ્રસાદના પેકેટ બનાવવાની જવાબદારી શ્રી મહેશ ભાઈ તથા રાજુભાઈ રૂપારેલ પરિવાર અને શ્રી મનીષભાઈ દાવડા પરિવારે સંભાળેલ છે. દર ગુરૂવારે બપોરે અન્નદાન સેવાની જવાબદારી આપણા ટ્રસ્ટી શ્રી કેશુભાઈ સોનછાત્રા તથા શ્રીમતી લત્તાબેન સોનછાત્રાએ સજોડે સંભાળી અને મહાપ્રસાદની જવાબદારી શ્રી રમેશભાઈ સોનછાત્રા, શ્રી પ્રફુલભાઈ રાજા અને મહેશભાઈ રૂપારેલ સાથે સહકારમાં શ્રી મનીષભાઈ દાવડા, રાજુભાઈ રાયઠઠ્ઠા તથા હરીશભાઈ ચંદે સંભાળે છે. બંન્ને સમયના ભોજનની વ્યવસ્થા (કેટરર) શ્રી દિનેશભાઈ કોટેચા પરિવારે સંભાળેલ છે.

૧૯૯૯ જાન્યુઆરીમાં જલારામ ભવન – મંદિરના નિર્માણ બાદ ” મહત્વના પ્રસંગો” (TIME LINE)   ૧) સૌ પ્રથમ ભવન – મંદિર તથા ટ્રસ્ટનું દરેક કાર્ય વ્યવસ્થિત ચાલે તેના માટે ટ્રસ્ટીઓ, મહિલામંડળ , યુવાસંઘ, સેવા મંડળ તથા બાલમંડળ સત્સંગ મંડળ દરેકને નિસ્વાર્થ સેવા કરવાની પ્રેરણા આપી અને યોગ્ય કામ સોંપવામાં આવ્યુ. જેનું એક વર્ષમાં શુભ પરિણામ આવવાનું શરૂ થયુ. ૨) જાન્યુઆરી ૨૦૦૦ ની શરૂઆતમાં શ્રી ધીરૂભાઈ સાંઘાણીએ ટ્રસ્ટનું વ્યવસ્થિત ચાલતું કાર્ય જોઈ રૂ. ૪૦ લાખનું યોગદાન અર્પણ કર્યું. તેમના સાથી શ્રી નારાયણશા ઍ રૂ.૧૦ લાખ બાપાના ચરણમાં અર્પણ કર્યો. બીજે મહિને મુંબઈથી શ્રી રવિન્દ્રભાઈ (જે.વી. ગોકલ ) મંદીરે પધારી સર્વે ટ્રસ્ટીગણને મળી સંતોષ વ્યક્ત કરી તુરતજ રૂ. ૧૦ લાખનું યોગદાન આપ્યું. આ સમયે જલારામ ભવનની   સામેની લાઈનમાં ૪૮૦૦ sq.ft. જમીન અન્નક્ષેત્રના પ્રોજેક્ટ માટે ખરીદ કરી. ત્યાં દર ગુરૂુવારે બપોરના અન્નદાન સેવા અને સાંજે ભકતોને પ્રસાદ આપવાની ટેમ્પરરી સેવા શરૂ કરી. આ જગ્યામાં “વિરબાઈ ભવનનું” નિર્માણ થયેલ છે ત્યાં લગ્ન માટે ભાડે આપી તેની આવકમાંથી અન્નદાન સેવામાં મદદ મળે છે. ૨૦૦૨ માં વાર્ષિક કાયમી તીથીની યોજના શરૂ કરી અને તેની જવાબદારી દારેસલામવાળા રસિકભાઈ ઠકરારની સુપુત્રી મીનાબેન ઠકરારે અનાથ આશ્રમમાં અન્નદાન સેવા સંભાળી તેણે દસ વર્ષ તનમનથી જીવનની છેલ્લી ઘડી સુધી સેવા આપી. ૩) 2003માં નવેમ્બર માં ભવનની સામે જ ૨૫૦૦ sq.ft. ની જમીન ખરીદ કરી, જેના યોગદાતા શ્રી કુલભૂશણ બાવરી (નૈરોબી) તથા લંડનવાળા શ્રીમતી શારદાબેન ઈન્દુલાલ ભટ્ટ ( હસ્તે શ્રી કલ્પેશ ભટ્ટ ) થોડા સમયમાં જ જલારામ હેલ્થકેર સેન્ટર માટે બીલ્ડીંગ તૈયાર થયું. અને ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પુજારા તથા ટ્રસ્ટી શ્રી પંકજભાઈ લાખાણીના નેતૃત્વ હેઠળ ગરીબો માટે દવાખાનાની શરૂઆત કરી.

પ) ૨૦૦૫ માં આપણા ફાઉન્ડર શ્રી ગોરધનદાસભાઈ સોઢા લંડન ગયેલા ત્યારે તેઓ ત્યાં ૭૦ દિવસ રોકાયેલ અને તેમનો ૭૦મો જન્મદિવસ ત્યાં ઉજવ્યો અને યોગાનુંયોગ ૭૦ લાખનું યોગદાન લંડનના ભકતોએ જલારામ બાપાને અર્પણ કર્યું. જ્યારે શ્રી સોઢા તથા વીમુબેન બેંગ્લોર પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ટ્રસ્ટીગણ તથા જલારામ પરિવારના સભ્યોએ ફુલહારથી સ્વાગત કરી સીધા જલારામ મંદિરે આવી આરતી કરી બાપાનો આભાર માન્યો. આ પ્રસંગે જલારામ પરિવારના પ્રેમની પરાકાષ્ઠાનું નજરાણું જોવા મળ્યું. એક સાંકળમાં બંધાય રહેલા સમાજની પ્રસ્તુતી થઈ. ૬) ૨૦૦૬માં શ્રી બચુભાઈ મુલાણી તરફથી તેમના પુત્ર સ્વ. રાજેશ મુલાણીની યાદમાં રૂ. ૧૦ લાખનું આધુનીક મશીન અર્પણ કર્યું અને શરૂ થઈ નેત્ર પરીક્ષણ ની સેવા.  ૭)  ૨૦૦૭  જુનમાં જલારામ હેલ્થકેર સેન્ટરની પાછળ ગવમેંન્ટ પાસેથી જમીન એલોટ થઈ તેના યોગદાતા ૧) શ્રીમતી દમયંતિબેન કરસનભાઈ ચંદે  ૨) શ્રીમતી સરોજ મદન સુદ ( હસ્તે શ્રી જીતુભાઈ Embasy  Group )  ૮) ૨૦૦૮ માં વુલવર હેમ્ટન (યુ.કે) વાળા લીલાબેન પાંઉ તરફથી જલારામ જયંતિ નિમિત્તે મુખ્ય યજમાન તરીકે દોઢ લાખ રૂપિયાની રકમ તેમના માતુશ્રી મુકતાબેન લક્ષ્મીદાસ પાંઉ ની યાદમાં અર્પણ કરેલ. ત્યારથી દર વર્ષે જલારામ જયંતીના મુખ્ય યજમાન તરીકે નામ નોંધાવવાની યોજના શરૂ થઈ. ૨૦૧૦ માં પણ પાઉં પરિવાર તરફથી બીજી વખત મુખ્ય યજમાન તરીકે યોગદાન અર્પણ કરેલ.  ૯) ૨૦૦૯ જલારામ ભવન / મંદિરના ૧૦ વર્ષ પૂરા થતા દશાબ્દિ ઉત્સવનો ભવ્ય સમારંભનું આયોજન ૩ દિવસ સુધી રાખેલ જેમાં દેશ વિદેશના મહેમાનોએ હાજરી આપેલ. આ સમયે અમદાવાદ (સોલાથી) શ્રી ભાગવત્ ઋુષિ પધારેલ. તેમના શુભ હસ્તે જલારામ જીવન દર્શનનું ઉધ્ધાટન કરવામાં આવેલ તેમજ શ્રી જલારામ બાપાના મંત્રજાપ ૧૦૦૮ વખત સમુહમાં કરેલ. દરેક સભ્યોને માળા સાથે ગૌમુખી અને કેસરી કલરના ખેસ આપવામાં આવેલ. ભક્તિ ભાવનું આ દ્રષ્ય ખરેખર અલૌકિક હતું. આ દિવસે ધ્વજારોપણ બહારથી પધારેલ મહેમાનો પાસે કરાવેલ. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયેલ.  બીજે દિવસે ” વિરબાઈ ભવન” નું ઉધ્ધાટન શ્રી કશ્યપ મહારાજની આગેવાની હેઠળ મંત્રોચ્ચારથી ભવ્ય રીતે ઉજવાયું. સાંજે બધાને રીસોર્ટમાં લઈ જવામાં આવેલ ત્યાં યુવાસંધે ટ્રસ્ટીગણનું જલારામ બાપાનું સોનાનું પેંડન્ટ પહેરાવી સન્માન કર્યું.

૨૦૧૧ માં જલારામ ભવનની બાજુની જગ્યા ૭૨૦૦ sq.ft જમીન ફેક્ટરી શેડ સાથે ટ્રસ્ટીગણ તથા સમાજના અગ્રગણ્ય સભ્યોના સહકારથી ખરીદ કરવામાં આવી. આ જગ્યાનું નામ “જલારામ ધામ” રાખવામાં આવ્યું. ૨૦૧૧ માં આપણા સમાજના પ્રમુખ શ્રી અમુભાઈ રૂખાણાને વિચાર આવ્યો કે સમાજમાં સાધારણ આવકવાળા પરિવારને કુટુંબદીઠ દર મહિને અડધા ભાવે રાશન આપવું અને બાકીનો અડધો ખર્ચ તેમણે પોતે આપવા નક્કી કરી આ પ્રવૃતિ ચાલુ કરી મહિનાનાં પહેલા રવિવારે ભવનમાં જ્ઞાતિ ભાઈઓ (જરૂરીઆતમંદ ) આવીને રાશન લઈ જાય છે. સાથે ભવનના દરેક સ્ટાફને પણ આ સેવા ઉપલબ્ધ કરાવી છે. ૨૦૧૩ માં શ્રી જલારામ હેલ્થકેરની જગ્યામાં ભવ્ય ઈમારત તૈયાર કરી તેનું ઉધ્ધાટન દાનવીર શ્રી હરીશભાઈ  ચંદારાણા ના શુભ હસ્તે કરવામાં આવેલ સાથે સમાજના વય શ્રેષ્ઠી શ્રી ગોરધનભાઈ ઝવેરી પણ હાજર રહ્યા હતા. આ ભવ્ય ઈમારતના દરેક રૂમ તથા હોલ,લીફ્ટના દાતાઓના નામ અન્ય સ્થળે વિગતવાર પ્રસિધ્ધ કરેલ છે.  ૨૦૧૭: શ્રી જલારામ સેવા ટ્રસ્ટના એકાઉન્ટન્ટ શ્રી અશોકભાઈ ખીરૈયા સાથે શ્રી વસંતભાઈ પુજારા તથા પંકજભાઈ લાખાણીના નેજા હેઠળ થાય છે. ૨૦૧૭થી ભવનમાં complate computerise  system  શરૂ કરી તેના માટે સર્વ જવાબદારી શ્રી મુકેશભાઈ ખિરૈયાએ સંભાળી સાથે ભવનના એકાઉન્ટસ અપડેટ કરાવી ઓડીટ કરાવવાની જવાબદારી પણ સફળતા પૂર્વક સંભાળી રહ્યા છે. ૨૦૧૮ : શ્રી જલારામ હેલ્થકેર જે આપણા ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પુજારા તથા શ્રી પંકજભાઈ લાખાણી શરૂઆતથી જ સક્રિય સંચાલન કરી રહ્યા છે જેની પ્રવૃતિ વધતી જતી હોવાથી તેમને સહાય કરવા માટે આપણી ત્રણ બેનો ડો. હર્ષા સોઢા , જીજ્ઞા નથવાણી તથા ડો. મીનલ (ટીના) રૂખાણાએ આ કાર્ય ૨૦૧૮ થી શરૂ કરેલ છે. ૨૦૨૦:  શ્રી જલારામ સત્સંગ મંડળની શરૂઆત ૧૯૯૪ ફેબ્રુઆરી માં દર ગુરૂવારે ઘરે ઘરે જઈ ભજન કરવાની શ્રીમતી વિમુબેન સોઢાની સાથે પ્રતિમાબેન રૂખાણા , મંજુબેન વિઠલાણીની તથા સર્વે કમીટી બેનોએ ચાલુ કરેલ જે આજે ૨૮ વર્ષથી અવિરત ચાલુ છે. મંદિરની ભજન સેવા – પ્રવૃતિ , પ્રસંગોના ઉત્સવ તથા ચેતન મહારાજ સાથે મંદિરની દરેક વ્યવસ્થાનું સંચાલન વી . કામ વિમુબેન , પ્રતિમાબેન તથા સરોજબેન સોના અને ભાવનાબેન દાવડાએ સંભાળેલ છે. ૨૦૨૦ માર્ચથી આ બેનોને સહકાર આપવા જયોતિબેન ખીરૈયા તથા જયશ્રીબેન ચંદનને નિમણુંક કર્યો છે. મંદિરના ધાર્મિક પ્રસંગ ઉપર થતા શ્રુંગાર તથા શણગારમાં શ્રીમતી લત્તાબેન સોનછાત્રા ચેતન મહારાજને મદદ કરે છે.

૧૯૯૯માં જલારામ મંદીરની સ્થાપના થયા બાદ આપણા ફાઉન્ડર શ્રી ગોરધનભાઈ સોઢા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી વીમુબેન સોઢા દર વર્ષે લંડન દોઢ બે મહિના માટે વીઝીટ કરતા અને જલારામ ભક્તોનો સંર્પક સાધતા જેમાં આજસુધીમાં ત્યાંના ભક્તો સહકાર આપી રહ્યા છે. નીચે જણાવેલ યોગદાતાઓ દર વર્ષે સતત યોગદાન આપી રહ્યા છે. ૧) શ્રી સતીષભાઈ તથા શ્રીમતી પ્રતિભાબેન જગસી પરિવાર  (દારેસલામ – યુ.એસ.એ ) ૨૦૦૪ થી  યોગદાન શરૂ કરેલ છે. ૨) શ્રી હસમુખભાઈ ચંદુલાલ રૂપારેલીયા (મોમ્બાસા – યુ.એસ.એ ) ૨૦૦૭ થી યોગદાન શરૂ કરેલ છે. ૩) શ્રીમતી શારદાબેન જોષી (શ્રી જલારામ મહિલા મંડળ થોભાણી – લેસ્ટર ૨૦૧૩ થી યોગદાન શરૂ કરેલ છે . ૪ ) શ્રીમતી જ્યોતીબેન હરીશભાઈ ચંદારાણા બેંગ્લોર ( Jayantilal Gokuldas Charitable Trust – ૨૦૧૧થી યોગદાન શરૂ કરેલી છે. ૫) શ્રીમતી પુષ્પાબેન વસંતલાલ ગોહેલ ( V.P. Gohel  memorial  Trust)૨૦૦૭થી યોગદાન શરૂ કરેલ છે તથા અન્ય ભકતો શ્રીમતી નલી નીબેન સીંહા તથા આશિષ કેશ કું. – તથા ગંગા પ્રોપર્ટી તરફથી યોગદાન શરૂ કરેલ છે.

આપણા યોગદાતાઓ જેને યુકેમાં જ રકમ આપવાની ઈચ્છા હોય એમના માટે યોગદાન લેવાની વ્યવસ્થા ૧૯૯૯ થી  Ex Boarder  Charitable Trust UK – Leicester  સાથે કરેલ છે. આ ટ્રસ્ટની સ્થાપના 1980 દરમિયાન કરવામાં આવેલ જેના આયોજકો લોહાણા બોર્ડિંગના કંમ્પાલા યુગાન્ડાના વિદ્યાર્થીઓએ યુકેમાં આવ્યા પછી કરેલ છે.

ટ્રસ્ટી શ્રી તુલસીદાસ કારિયાએ આ બાબતે અમને મદદ કરી અને તેમના સ્વર્ગવાસ પછી પ્રફુલભાઈ નથવાણી કે તેઓ પણ ટ્રસ્ટી છે તેઓ અમને મદદ કરી રહ્યા છે. Prafulbhai’s Mobile  Number + 44 7828930661.