Bal Mandal

“શ્રી જલારામ બાલમંડળ  ૧૯૯૫ – ૨૦૨૦”


“શ્રી જલારામ બાલમંડળ” ૧૯૯૫ – ૨૦૨૦, ૨૫ વર્ષની ગાથા. માતૃ ભાષા થી અળગી રહેલી ઉગતી પેઢીને ગુજરાતીમાં લેખન, વાંચન સાથે ધાર્મિક શ્લોક ભજન વી . શીખવાડવા માટે આ મંડળની સ્થાપના ૧૯૯૫ માં શ્રીમતી વિમુબેન સોઢાના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ. ગુજરાતી ના અભ્યાસ સાથે બાળકોને હનુમાનચાલીસા શરૂઆત થી જ શીખવાડેલ, જે પૂ. મોરારી બાપુ ની કથા સમયે રોજ બાલમંડળ હનુમાન ચાલીસાનું પઠન સ્ટેજ પર કરતા. આખા વર્ષના સર્વે ધાર્મિક પ્રસંગોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું. સાથે અનાથ આશ્રમમાં બાળમંડળના બાળકોને લઈ જઈ રમતગમતના સાધનો સાથે અન્નદાન બાળકોના હાથે જ કરાવતા. બાળકો ભાવવિભોર થઈ ખુશી ખુશી પીરસતા અને તેમની સાથે રમત રમતા. રાષ્ટ્રદિનની ઉજવણીમાં બાળકો દેશ ભક્તિના ગીતો ગાઈ ફેન્સી ડ્રેસમાં પ્રોગામ આપતા.બાદ બેંગ્લોર પૂરતુ જ નહી પણ સમસ્ત દક્ષિણ ભારત લોહાણા સમાજમાં બાળકોને ગુજરાતી શીખવાડવા માટે સીલેબસ તૈયાર કરીને મોકલતા અને શીશુ સંમેલન સમયે સમુહમાં પરીક્ષા લેવામાં આવતી જેમાં પહેલુ સંમેલન ઉટીમાં રાખેલ. ૧૦૫ બાળકોએ ભાગ લીધેલ. પાંચ વર્ષથી ૧૪ વર્ષના બાળકો માટે સાંસ્કૃતીક કાર્યક્રમ પણ ખૂબ જ ભવ્ય રીતે બે દિવસ ચાલેલ શરૂઆતમાં બાળકોને હર્ષાબેન સોઢા ના નેનેતૃત્વ હેઠળ શીખવાડેલ હનુમાન ચાલીસા અંગ્રેજીમાં ” HAIL HANUMAN” ના નાદથી શરૂ થયેલ આ ચાલીસાની સીડી અને બુક બનાવી ગામેગામ પહેલેથી જ મોકલી આપેલ જેથી બાળકો બરાબર શીખીને આવે. જે સીડી ખૂબજ લોકપ્રીય થયેલ. બીજું સંમેલન કન્યાકુમારીમાં રાખેલ અને સ્પોર્ટસ સમયે બેંગ્લોરના બાળકોએ બેન્ડવાજા વગાડી ઓપનીંગ કરેલ. બધા પ્રભાવિત થઈ ગયેલ . બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખરેખર માણવા (જોવા) જેવો હતો. બીજુ શીલ્પાબેન રાજા ગણાત્રાની બાલમંડળની સેવાનો તો મૂલ્ય ન થાય મંડળની શરૂઆતથી જ તનમન થી બાળકોને સાંસ્કૃતિક ગરબા રાસ નુત્ય નાટિકા વી. ની તાલીમ સરસ આપેલ. નિસ્વાર્થ ભાવે સેવા આપી જલારામ બાપાના આશિર્વાદ થી મુંબઈ કાંદીવલીમાં તેમણે ખૂબજ પ્રગતિ કરી છે. બેસ્ટ ડાન્સ ટીચર તરીકે પ્રખ્યાત છે. નાના મોટા બધા તેમાં ભાગ લે છે.

જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે ત્રણ દિવસનું આયોજન કરેલ. નવાનવા પ્રોગ્રામથી નાનામોટા બધાએ ભાગ લીધેલ જેમાં બાલમંડળે “બાપા જલારામ” નામનું નાટક અંતરને સ્પર્શી જાય તેવુ ભજવી બધાને ભક્તિથી રંગી દીધેલા સાથે ભજન પણ ગાયેલા તેમાં પણ શીલ્પાબેને ખૂબજ સેવા આપેલ. બાદ ૨૦૦૮ માં શર્મિલાબેન ખીરૈયા પ્રમુખ પદે આવ્યા. મહિનામાં બે શનિવારે પહેલો અને ત્રીજો એમ મીટીંગ ચાલુ કરી બાળકોના સર્વાગી વિકાસને ધ્યાનમાં લઈને વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ. નવરાત્રીમાં બાળકો પારંપારીક વેશભુષામાં રાસ ગરબા કરે છે જેમાં ડ્રેસ અને ગ્રેસ માટે હરીફાઈ રાખવામાં આવે છે. ખીરૈયા પરિવાર તરફથી સર્વે બાળકોને ભેટ આપવામાં આવે છે. એમ બાળમંડળના કાર્યકર્તા બેનો તરફથી પણ બાળકોને ખૂબજ પ્રોત્સાહીત કરવામાં આવે છે. તે સમયે જે બાળકોને ગુજરાતીની પરીક્ષામાં ૯૦% થી ઉપર માર્કસ મળ્યા હોય તેમનું સમાજની ઉપલબ્ધીમાં મેડલ તથા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવે છે. બાદ મંડળ દ્વારા “આનંદ મેળા” નું આયોજન પણ બાળકો પાસે વસ્તુઓના સ્ટોલ ગેમ્સ તથા ખાણીપીણીના સ્ટોલ રાખી આનંદ થી ઉજવાય છે. સ્પોર્ટસ , મેજીક શો , કાર્ટુન ધાર્મિક ફિલ્મ સાથે સંક્રાંતિ પર ગૌશાળામાં ગાયો માટે ગૌ સેવા આપી બાળકોને ખૂશ રખાય છે. દર મીટીંગમાં ભણતર સાથે નવુ નવુ શીખવાડાય છે. જેમ કે “બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ” , કુકીંગ વીધાઉટ ફાયર, રંગોલી , પેઈન્ટીંગ તથા સત્ય નારાયણ ની કથા માં પૂજા સામગ્રી બાળકો લાવતા, તુલસી વિવાહ સમયે તો ખૂબ સરસ વીધી શ્લોક શ્લોક ગાઈ ગવડાવીને કરેલ, દરેક બાળકોને તુલસીના પોટ પણ આપેલા. આમ સરસ પ્રગતિ કરતુ રહે છે. બાદ ૨૦૧૫ માં દિપ્તીબેન વિઠલાણીએ પ્રમુખ પદ સંભાળ્યું તેમના નેતૃત્વ માં તો બાલમંડળે સફળતાની નવી સીમાઓ પાર કરી. ઉપર મુજબની પ્રવૃતિઓ સાથે તેમણે ૪ થી ૧૪ વર્ષની ઉમરના બાળકોના ત્રણ ગ્રુપ કરી ઉમર પ્રમાણે અલગ અલગ અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ ત્રણ બુક છપાવી જેમાં વાર્તા , શ્લોક, જોડકણા કવીઝ, રંગીન ચીત્રોનો સમાવેશ અભ્યાસક્રમ સાથે રાખેલ છે. આજ પ્રમાણે સીડી પણ બનાવડાવી જ્ઞાનગોષ્ઠી નામ આપી અને શીશુ સંમેલનમાં આવેલ બધા બાળકોને આપેલ. બાલમંડળના બાળકો માટે યુનીફોર્મ અને સ્કુલબેગ પર બાલમંડળનો લોગો રાખી આપવામાં આવેલ.

૨૦૧૬ માં શ્રી જલારામ યુથ ગ્રુપની સ્થાપના કરી. તેમને માટે પણ સ્માર્ટ યુનીફોર્મ બનાવવામાં આવેલ. યુથ ગ્રુપ બાલમંડળ સાથે મલી ઘણી નાનીમોટી પ્રવૃતિ કરે છે. જન્માષ્ટમીના પ્રસંગે જલારામધામ મધ્યે ગુજરાતનું ગામડું ઉભું કરી બાળકોએ પોતાની અલગઅલગ પ્રવૃતિઓનું પ્રદર્શન યોજેલ જે ખરેખર પ્રશંસનીય હતું. ફેસબુક ઉપર ” જલારામ બાલમંડળ ” તથા જલારામ યુથ ગ્રુપ બેંગ્લોરનું અલગ પેજ બનાવવામાં આવ્યું. જેમાં મંડળની સર્વે માહિતી તથા ફોટાઓ અપલોડ કરવામાં આવે છે. કોઇમ્બતુરમાં યોજાયેલ શીશુ સંમેલન સમયે બેંગ્લોરના બાળકોએ સંસ્કૃતમાં શ્લોકો કંઠસ્થ કરી નૃત્ય નાટીકા પ્રસ્તુત કરેલ અને ગીતાજીના અઢાર અધ્યાયનો સાર પણ ગુજરાતી માં કંઠસ્થ કરી ગાઈને સંભળાવેલ . આમ દક્ષિણ ભારતમાં બેંગ્લોર બાલમંડળે આગવી છાપ છોડી હતી. કલકતા થી છપાતું “દક્ષિણ હલચલ” મેગેઝીન માં બાલમંડળના બાળકો પ્રવૃતિ તથા ફોટાઓ આપી બાળકોને પ્રોત્સાહીત કરાય છે.

શ્રી જલારામ બાલમંડળ અને શ્રી જલારામ યુથ ગ્રુપ દ્વારા અનેક ચેરીટી કાર્યક્રમ થયા. કંઈક નવતર પ્રયોગ કરી સારૂ કાર્ય કરવાના આશયથી ” કેમ્પાપુરા ગવ૨મેન્ટ સ્કૃલ ” માં ચાર વર્ગ માટે બાળકોને ભણવા માટે બેન્ચ તથા ડેસ્ક આપવામાં આવ્યા. બધી બેંચ અને ડેસ્ક પર “શ્રી જલારામ બાલ મંડળ” ની તખ્તી લગાડવામાં આવી. આ દાન બાળકોના હાથે જ અપાયેલ બાદ મેજીક શો બતાવી નાસ્તો કરાવેલ . બધાએ આ જોઈ પ્રસંગ માણી ધન્યતા અનુભવી.

બાલમંડળની પ્રવૃતિઓ જોઈ ઘણા ભાઈઓ દિલથી ડોનેશન આપતા રહે છે. અને કાર્યકર્તા બેનો આભાર વ્યક્ત કરતા સારા કામમાં વાપરે છે. જેમ કે સ્કૃલમાં, પુસ્તકો છપાવવામાં, ગાયત્રી મંદીર ( ભવનમાં ) ફંડ, જલારામ ભવનમાં ફંડ, રઘુવંશી યુવા સમાજમાં, કેરાલા રીલીફ ફંડમાં, વી. નાનીમોટી જગ્યાએ સેવા આપતું રહે છે. અને બધી જગ્યાએ બાલમંડળનું નામ અપાય છે.

૨૦૨૦ થી અમીતા રૂપારેલીયા , નીશા જીવાણી, મમતા કક્કડ, અને આશા મજીઠીયા બાલમંડળનું સંચાલન કરે છે. આ મહામારીના સમયમાં પણ બાલમંડળની પ્રવૃતિ અટકી નથી, બાળકોને વ્યસ્ત રાખવા આ કપરા સમયે આ ચાર બેનો નિસ્વાર્થતાથી ઓનલાઈન ઝુમ મીટીંગના માધ્યમથી ગણેશ ચતુર્થી પૂજા, ટીચર્સ ડે, જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ, પરસોત્તમ માસમાં ભગવાન શ્રી વિષ્ણુના દશા અવતારની વેશભૂષા તથા દરેક પર્વની માહીતી ગાઈને, બોલીને બધાને સમજાય તેવી વીડીયો ઉતારી સીડી બનાવી ઝુમમાં પ્રસ્તુત કરેલ. ઘર બેઠા બાળકો પોતાની સ્કૃલનું ભણતર ઓનલાઈન કરતા કરતા હોંશથી બધામાં ભાગ લે છે. બીજુ ખાસ એ કે ભવિષ્યમાં બાળકોને ઉપયોગી થાય તે હેતુથી અબેક્સના ઓનલાઈન કલાસ શરૂ કરેલ છે જેમાં મોનાબેન નથવાણી બાળકોને પ્રેમથી નિસ્વાર્થ ભાવે પોતાનું અમુલ્ય યોગદાન સાથે શીખવી રહ્યા છે અને બાળકો (ખંત થી) હોંશથી આ લાભ લઈ રહ્યા છે, ( શીખી રહ્યા છે) આમ બાલમંડળ પ્રગતિ કરતુ રહે છે. છેલ્લે સેવાભાવી બેનોના નામ . બાલમંsળની શરૂઆતમાં વિમુબેન સોઢાને સાથ આપનાર હેતલ રાજા, અમીતા રૂપારેલીયા, રીટા ખખ્ખર, પ્રતિમાબેન લાલ, ઉષા ખખ્ખરે ઘણી સેવા આપી. બાદ શર્મિલાબેન ખીરૈયા, આરતી રાજપોપટ, નીતા કારીઆ, દીપ્તી વિઠલાણી, ભાવના રૂપારેલીયા, સોનાલી સોનછાત્રા દીપા કાનાબાર, આશા મજીઠીઆ, પ્રીતી કોટેચા, મમતા કક્કડ અનસુયાબેન, તથા નિશા જીવાણી આમ બધી બેનોએ ખૂબજ મહેનત તન મન અને ધનથી કરી બાલમંડળને ઉચ્ચ શિખરે પહોંચાડેલ છે. સાથે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી લોહાણા મહિલા મંડળ તથા શ્રી રઘુવંશી યુવા સંઘની છત્રછાયા હેઠળ બાલમંડળ વિકાસ કરતુ રહે છે.

જય જલારામ