શ્રી મધુસુદન શાસ્ત્રી રાજકોટવાળા

પાર્વતી પરમેશ્વરાય નમઃ

 

વર્તમાન સમયમાં માનવજાતી જ્યારે પસાર થઈ રહી છે. જ્યાં જુવો ત્યાં અકળામણ , અરાજકતા , અજંપો , અશાંતિ, ભૌતિક સુખની આંધળી દોટ મનુષ્યને મનુષ્ય નથી રહેવા દીધો. ત્યારે તાતી જરૂરીયાત છે. આધ્યાત્મિક સુખની અને મનની શાંતિની. બેગ્લોરના પરમભગવદીયોએ આવા શુભ હેતુને કેન્દ્ર બિન્દુમાં રાખી. પરમાત્મા અને જલારામબાપાની પ્રેરણાથી મંદિરના નિર્માણકાર્યનો આરંભ થયો. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અથાગ મહેનતથી પૂ. શ્રી જલારામ બાપા તથા વિવિધ દેવ – દેવીઓની મૂર્તિ – પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ , વર્તમાન પૂ જલારામ બાપાના સ્વરૂપ પૂ હરિરામબાપા અને અભિનવ દેવ પૂ કૃષ્ણશંકર શાસ્ત્રીજીના સાન્નિધ્યમાં સંપન્ન થયો.

 

તમામ ટ્રસ્ટીઓના શુભ વિચારથી આ ભવ્ય ભગિરથ કાર્ય ઉજવાય. શ્રી જલારામ સેવા ટ્રસ્ટની ઉત્તરોત્તર પ્રગતી થાય અને આ મંદીર તીર્થ સ્વરૂપ બને, મંદિરે આવનારની પ્રત્યેક મનોકામના પરમાત્મા પૂર્ણ કરશે એ નિ :શંક છે.

 

આગામી તા. ૩૧ – ૧૨ – ૯૮ થી ૭ – ૧ – ૯૯ લાખાણી પરિવાર દ્વારા તેમના પિતૃઓની સ્મૃતિરૂપે યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનું શ્રી જલારામ સેવા ટ્રસ્ટમાં વાંચવાનુ જે સૌભાગ્ય પ્રાપ્ત મને થયુ તેને પણ હું મારૂ સદ્ ભાગ્ય માનુ છું.

 

મંદિરના નિર્માણકાર્યના આરંભમાં સૌ પ્રથમ મારીજ ભાગવત કથા યોજાણી એ પણ સુવર્ણ દિવસ છે. તમામ આયોજકોને ઈશ્વર દીર્ધાયુ જીવન આપે અને વધુ ને વધુ તેમની સેવા જલારામ સેવા ટ્રસ્ટને મળે એ જ પ્રભુ પ્રાર્થના.

 

મધુસુદન શાસ્ત્રીશાસ્ત્રી (શાસ્ત્રી (રાજકોટવાળા )